અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં શનિવારે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં તેજીમય માહોલ રહ્યો હતો અને સેન્સેક્સ અને નિફ્ટીએ ફરી એક વાર ઓલટાઇમ હાઇ પર બંધ થયા હતા. શનિવારે નિફ્ટીએ 22,420ની ઊંચી સપાટી સર કરી હતી, જે અત્યાર સુધીના રેકોર્ડ સ્તરે છે, જ્યારે સેન્સેક્સ 73,982ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આમ સેન્સેક્સ 74,000ના સ્તરની નજીક પહોંચ્યો હતો. સ્પેશિયલ સેશનમાં પણ મેટલ શેરોની તેજીની આગેકૂચ રહી હતી.
શનિવારના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 61 પોઇન્ટ વધીને 73,806 અને નિફ્ટી 40 પોઇન્ટ વધીને 22,378ના મથાળે બંધ રહ્યો હતો. મેટલ ફાર્મા, બેન્કિંગ, ઓટો, IT, FMCG, ફાઇનાન્શિયલ સર્વિસિસના બધા ઇન્ડેક્સ તેજી સાથે બંધ થયા હતા. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં નિફ્ટીના છ શેરો એક વર્ષ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. ઓવરઓલ માર્કેટને મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોથી સપોર્ટ મળ્યો હતો.
સ્ટોક એક્સચેન્જના આંકડા મુજબ ગયા સપ્તાહનાં પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં FII લેવાલ રહ્યા હતા. તેમણે એ દરમ્યાન રૂ. 23.51 કરોડની શેરોમાં લેવાલી કરી હતી. આ સાથે DII પણ પાંચમાંથી ત્રણ ટ્રેડિંગ સેશનમાં લેવાલ રહ્યા હતા અને તેમણે કુલ મૂડીરોકાણ રૂ. 8268 કરોડના શેરો ખરીદ્યા હતા. FIIએ રોકડ બજારોમાં રૂ. 870 કરોડથી વધુનું મૂડીરોકાણ કર્યું છે.
કોઈ અવાંછિત ઘટનાથી નીપટવાની ટેસ્ટિંગને ચેક કરવા માટે શિવારે શેરબજારના3 સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલું સેશન 9.15થી 10 કલાક સુધી અને બીજું ટ્રેડિંગ સેશન 11.30 કલાકથી 12.30 કલાક આયોજિત કરવામાં આવ્યું હતું. સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ નહોતાં કરવામાં આવ્યાં, જેને કારણે ટ્રેડિંગ વોલ્યુમ ઓછાં હોવાને કારણે ઇન્ટ્રાડ-ડે પર પ્રતિબંધ કરવામાં આવ્યા હતા.