કોવિશીલ્ડ ટ્રેડમાર્કનો દાવોઃ મહારાષ્ટ્રની કંપનીનો સીરમ સામે કેસ

નાંદેડઃ આ શહેરની ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ક્યૂટિસ-બાયોટેક કંપનીએ સિટી સિવિલ કોર્ટમાં કેસ નોંધીને એવો દાવો કર્યો છે કે તે એન્ટીસેપ્ટિક, સેનિટાઈઝર્સ, જંતુનાશક પ્રવાહી, ફરસ પર છાંટવા માટેના રોગનાશક સ્પ્રે તેમજ ફળ અને શાકભાજી ધોવા માટે માટેના પ્રવાહી જેવા તેના ઉત્પાદનો માટે કોવિશીલ્ડ ટ્રેડમાર્કનો ઉપયોગ કરે છે. આ નામ સાથે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના રસી બનાવી છે. કોર્ટે સીરમ ઈન્સ્ટિટ્યૂટને નોટિસ ઈસ્યૂ કરી છે. ક્યૂટિસ-બાયોટેકની માગણી છે કે કોર્ટ સીરમને તેની કોવિડ-19 રસી માટે કોવિશીલ્ડ કે આના જેવા બીજા કોઈ પણ નામનો ઉપયોગ કરતા રોકે.

ક્યૂટિસનો દાવો છે કે તેણે કોવિશીલ્ડ ટ્રેડમાર્ક માટે 2020ની 29 એપ્રિલે રજિસ્ટ્રેશન અરજી નોંધાવી હતી. તે અરજી પર હજી નિર્ણય લેવાયો નથી અને અમે 2020ની 30 મેથી અમારા ઉત્પાદનો માટે આ ટ્રેડમાર્કનો ઉપયોગ કરીએ છીએ. કોર્ટે સીરમને નોટિસ ઈસ્યૂ કરી છે અને આ કેસમાં સુનાવણી માટે 19 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]