ડેટાની ચોરી-હેરાફેરી કરનાર કંપનીને રૂ.15 કરોડનો દંડ

નવી દિલ્હીઃ સંયુક્ત સંસદીય સમિતિએ અંગત ડેટા રક્ષણના મુદ્દે પોતાનો આખરી અહેવાલ કેન્દ્ર સરકારને સુપરત કરી દીધો છે. તેણે એમાં એવી ભલામણ કરી છે કે ગંભીર ડેટા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મોટી રકમની પેનલ્ટી ફટકારવી જોઈએ. એવી કંપનીઓને રૂ. 15 કરોડ સુધીની રકમનો અથવા એમના વૈશ્વિક ટર્નઓવરના ચાર ટકા રકમનો દંડ ફટકારવો જોઈએ.

આ ભલામણને જો સરકાર માન્ય રાખીને કાયદો બનાવશે તો ભારતમાં સોશિયલ મિડિયા ક્ષેત્રની કંપનીઓ તથા ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રગણ્ય કંપનીઓનું આવી બનશે. આવી કંપનીઓની ચિંતા વધી જશે. ભારતમાં ડેટાની હેરાફેરી અને ડેટા નિયમોના ભંગ બદલ ઘણી સોશિયલ મિડિયા કંપનીઓ તેમજ ઈ-કોમર્સ વેબસાઈટ, એમેઝોન પર આરોપ થયા છે.