ગાંધીનગર: લક્ઝમબર્ગના રાજદૂત જીન કલાઉડ કુગનરે ગુરુવારે ગુજરાતના ગિફ્ટ સિટી સ્થિત ઈન્ડિયા INXના કાર્યાલયની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઈન્ડિયા INX અને લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેન્જ વચ્ચે ગ્રીન ફાઈનાન્સના વિકાસ અને ઉત્તેજન માટે કરાયેલા સમજૂતી કરાર વિશે ચર્ચા થઈ હતી.
(તસવીર સૌજન્યઃ ઈન્ડિયા આઈએનએક્સ)
ઉક્ત સમજૂતી કરાર ઈશ્યુઅર્સ અને રોકાણકારોને ઈન્ડિયા INXના GSM ગ્રીન પ્લેટફોર્મ પર ગ્રીન બોન્ડ્સ લિસ્ટ કરવાની તક પૂરી પાડશે. આનાથી બંને એક્સચેન્જીસ વચ્ચેના જ નહિ,પરંતુ બંને દેશોના સંબંધો પણ મજબૂત બનશે.