નિયમિત વિડિયો-ગેમ્સ રમતા યુવાનોમાં તણાવનું જોખમ ઓછું  

લંડનઃ જે યુવતીઓ સોશિયલ મિડિયા પર વધુ સમય વિતાવે છે, તે યુવતીઓમાં ડિપ્રેશન (તણાવ)નાં લક્ષણો જોવા મળે છે. વિવિધ રીતે સ્ક્રીન સમય યુવાનોના માનસિક આરોગ્ય પર સકારાત્મક અથવા નકારાત્મક પ્રભાવ પડે છે અને યુવાઓ પર વિવિધ રીતે અસર કરે છે, એવું UCL સંશોધકોએ અભ્યાસમાં દર્શાવ્યું છે. વિડિયો ગેમ રમવાથી વાસ્તવમાં માનસિક આરોગ્યમાં સુધારો થાય છે એ વાતની ખરાઈ ના કરી શકાય, પણ એ હાનિકારક નથી અને એનાથી કેટલાક લાભ થઈ શકે છે. વળી, નિયમિત વિડિયો ગેમ્સ રમતા યુવાનોમાં તણાવનું ઓછું જોખમ હોય છે, એમ અભ્યાસ કહે છે.

ખાસ કરીને કોરોના રોગચાળામાં લોકડાઉન દરમ્યાન અને એ પછી વિડિયો ગેમ યુવાનો માટે એક મહત્ત્વનો સમય પસાર કરવાનું સાધન હતું. જોકે અભ્યાસમાં ભાગ લેનારાઓએ 11 વર્ષની ઉંમરમાં સોશિયલ મિડિયામાં સમય વિતાવવાનો સમય, વિડિયો ગેમ રમવાનો અથવા ઇન્ટનેટનો ઉપયોગ વિશે સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં તેમને મૂડ ઠીક ના હોય, આનંદ ના આવે અને ખરાબ એકાગ્રતા, 14 વર્ષની ઉંમરે માનસિક લક્ષણો અને એની ગંભીરતાને માપી હતી. સંશોધકોની ટીમે અન્ય કારણોને જવાબદાર ઠેરવ્યાં હતાં.

સંશોધનકારોએ શોધી કાઢ્યું હતું કે મોટા ભાગના દિવસોમાં વિડિયો ગેમ્સ રમનારા યુવાઓમાં 24 ટકા ઓછા માનસિક લક્ષણો જોવા મળે છે, જેઓ મહિનામાં એક વાર વિડિયો ગેમ્સ રમે છે, તેમનામાં ત્રણ વર્ષ મોડાં જોવા મળ્યાં હતાં.જે યુવાનો શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતાં હતા, તેમનામાં માનસિક લક્ષણો જોવા મળ્યાં હતાં, એમ સંશોધકોએ કહ્યું હતું.