મુંબઈ: બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (બીએસઈ આઈપીએફ)એ રોકાણકારોમાં જ્ઞાન અને જાણકારી વધે એ માટે બહુ રસપ્રદ સ્પર્ધા “ઈન્વેસ્ટવાઈસ કોન્ટેસ્ટ” યોજી છે. આ સ્પર્ધાના પ્રથમ વિજેતાને રૂ.10,000, બીજા ક્રમાંકના વિજેતાને રૂ.7500 અને ત્રીજા ક્રમે બનેલા વિજેતાને રૂ.5000નું રોકડ ઈનામ આપવામાં આવશે. બાકીના સાત વિજેતા હશે એ પ્રત્યેકને રૂ.3000નું ઈનામ આપવામાં આવશે.
આ સ્પર્ધામાં જોડાવા માટે બધા રોકાણકારોને આવાહ્ન છે. સ્પર્ધામાં જોડાવા માટે તમારે આટલું જ કરવાનું છે.
પ્રથમ તમે પર જઈ સ્પર્ધાના નિયમો અને માર્ગદર્શક રેખાઓ https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/FMfcgzGqQcptNnwNPXPtpGqGqKQZfdGb પર ક્લિક કરી વાંચો.
ત્યાર બાદ http://img1.bseindia.in/images/bseindia/IPF_Mailers/19092022/Dos_and_Dont’s_for_Investors.pdf લિન્ક પર જઈ
રોકાણકારો માટેના ડુઝ એન્ડ ડોન્ટ્સ વાંચો અને કોઈ પણ એક ડુઝ અને/અથવા ડોન્ટ્સ પર એક મિનિટની વિડિયો ફિલ્મ બનાવો. આ વિડિયોને તમારું નામ, તમારી અટક અને એ પછી અન્ડર સ્કોર ચિહ્ન કરી શહેરનું નામ લખો.
આ રીતે ફાઈલ નામ બનાવીને તમારા વિડિયોને ચાર ઓક્ટોબર, 2022 પૂર્વે investwisecontest@gmail.com પર મેઈલ કરી દો.
દાખલા તરીકે તમારું નામ અમીત ગુપ્તા હોય અને મુંબઈ શહેરમાં રહેતા હો તો ફાઈલ નેમ થશે Amit Gupta_Mumbai.
ઈમેઈલમાં તમારું નામ, શહેર, રાજ્ય અને મોબાઈલ નંબર પણ જણાવો.
તો હવે શાની રાહ જુઓ છો? આઈપીએફ દ્વારા શરૂ કરાયેલી આ ઉત્તેજનાપૂર્ણ સ્પર્ધામાં સામેલ થાઓ.