ઈન્ડિગો ડોક્ટરો-નર્સોને વિમાન ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ આપશે

ગુરુગ્રામઃ દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઈન્ડિગોએ કોરોના સંકટના સમયે લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ડોક્ટરો અને નર્સોને ભાડામાં 25 ટકા સુધીની છૂટ આપવાની જાહેરાત કરી છે. એરલાઇન્સે જણાવ્યું છે કે આના માટે કંપનીએ ‘ટફ કુકી’ નામથી ઝુંબેશની શરૂઆત કરી છે. જે હેઠળ પહેલી જુલાઈ, 2020થી 31 ડિસેમ્બર, 2020 સુધી ઈન્ડિગોના વિમાનમાં યાત્રા માટે ટિકિટ બુક કરાવવાવાળા ડોક્ટર અને નર્સોને ભાડામાં 25 ટકા સુધીની છૂટ મેળવી શકશે.

ચેક-ઇનના સમયે તેમણે પોતાની હોસ્પિટલનું ઓળખપત્ર દેખાવવું પડશે. તેમની યાત્રાને યાદગાર બનાવવા માટે ચેક-ઇનના સમયે તેમને એક કુકી ટિન આપવામાં આવશે. બોર્ડિંગ ગેટ પર તેમના નામની ઘોષણા કરીને સ્વાગત કરવામાં આવશે અને વિમાનમાં અપાતી PPE કિટ પર ટફ કુકીનું સ્ટિકર હશે. વિમાનની અંદર પણ તેમના નામની ઘોષણા કરીને તેમનું સ્વાગત કરવામાં આવશે.

સરકારે 25 મેથી સ્થાનિક વિમાનોના સંચાલનની મંજૂરી આપી હતી25 માર્ચથી લોકડાઉનને પગલે સરકારે બે મહિના પછી એટલે કે 25 મેથી સ્થાનિક હવાઈ સેવાને ફરી શરૂ કરવા મંજૂરી આપી હતી. જોકે એ સમયે પેસેન્જરો લોડ ઘણો ઓછો હતો. સિવિલ એવિયેશનપ્રધાન હરદીપ સિંહ પુરીએ ટ્વિટર પર કહ્યું હતું કે 1 જુલાઈએ 785 ફ્લાઇટ્સમાં આશરે 71,471 પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. એને મતલબ એ છે કે એક વિમાનમાં સરેરાશ 91 પેસેન્જરો હતા. સામાન્ય રીતે A320 વિમાનોમાં આશરે 180 બેઠકો હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]