નવી દિલ્હીઃ ગયા નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં દેશમાં સૌથી વધુ 67 એબજ ડોલરથી વધુનું વિદેશી સીધું મૂડીરોકાણ (FDI) આવ્યું હતું. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળા એપ્રિલથી ડિસેમ્બર, 2020ની તુલનામાં FDIનો રોકાણપ્રવાહ 40 ટકા વધ્યો હતો. કોમર્સ અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યા મુજબ મૂડીરોકાણની દ્રષ્ટિએ વૈશ્વિક રોકાણકારોમાં ભારત પસંદગીનું સ્થળ રહ્યું હતું.સરકાર દ્વારા કરવામાં આવેલા નીતિ વિષયક સુધારાઓ ને લીધે દેશમાં FDIનો નોંધપાત્ર મૂડીરોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે લેવાયેલા પગલાંને કારણે વિદેશી મૂડીરોકાણમાં વધારો થયો હતો.
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રોકાણપ્રવાહ 37 ટકા વધીને 26.16 અબજ ડોલર થયો હતો, જ્યારે ડિસેમ્બરમાં FDI 24 ટકા વધીને 9.22 અબજ ડોલર થયું હતું, એમ ડેટા દર્શાવે છે.