ફ્રંટિયર એગ્રિકલ્ચર પ્લેટફોર્મ્સ સાથે BSEના સંયુક્ત-સાહસના કરાર

મુંબઈ તા.5 માર્ચ, 2021: બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી BSE ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ (BSEIL)એ ફંટિયર એગ્રિકલ્ચરલ પ્લેટફોર્મ્સ પ્રા. લિ. (FAPL) સાથે કૃષિ બજારમાં ઈનોવેશન માટે સંયુક્ત સાહસ કરાર કર્યો છે, જે હેઠળ FAPL BSE ઈ-એગ્રિકલ્ચરલ માર્કેટ્સ લિમિટેડ (BEAM)માં 40 ટકા હિસ્સો ધારણ કરશે.

આ સંયુક્ત સાહસ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું, આ સંયુક્ત સાહસ BEAM અમારા મૂડીરોકાણને મજબૂતી બક્ષશે. ખેડૂતો અને ભારતીય અર્થતંત્રના લાભ માટે કૃષિ કોમોડિટીઝનું વૈશ્વિક સ્તરનું ટ્રેડિંગ ફ્રેમવર્ક સર્જવા BSE ગ્રુપ કટિબદ્ધ છે. FAPLના ઉદ્યોગ સાથેના મજબૂત કનેક્શન્સ અને BSEની ટેકનોલોજીની સર્વોપરિતા દ્વારા BEAM કૃષિ કોમોડિટીઝના સ્પોટ ટ્રેડિંગ વચ્ચેના અંતરાયોને દૂર કરવા માગે છે.

FAPLના ડિરેક્ટર નીલોત્પલ પાઠકે આ પ્રસંગે કહ્યું, ખેડૂતોની આવક વધારવા સામે મુખ્ય સમસ્યા બજાર સાથેનો સંપર્ક અને જોડાણ વધારવાની છે. BEAMનું ટેકનોલોજી પ્લેટફોર્મ કે જે ખેડૂતોને વેપાર સાથે અને અન્ય ખેલાડીઓ સાથે જોડે છે તેની દેશના કૃષિ પેદાશોની સપ્લાય ચેઈન પર દૂરગામી અસર થશે.