રિલાયન્સ જિયો કદાચ લાવે ‘જિયોબુક’ લેપટોપ

મુંબઈઃ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર રિલાયન્સ જિયો ‘જિયોફોન’ દ્વારા દેશમાં પ્રમાણમાં સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરીને નંબર-1 બની ગઈ છે અને હવે તે લેપટોપ માર્કેટમાં પણ ઝંપલાવે એવી શક્યતા છે.

રિલાયન્સ જિયો ‘જિયોબુક’ નામના લેપટોપ લોન્ચ કરે એવો એક અહેવાલ છે, જે અન્ય બ્રાન્ડના લેપટોપ કરતાં સસ્તી કિંમતવાળા હશે. ‘જિયોબુક’ 4G LTE સપોર્ટવાળા હશે. કહેવાય છે કે તે ચાઈનીઝ ઉત્પાદક બ્લૂબેન્ક કમ્યુનિકેશન સાથે ભાગીદારી કરીને આ લેપટોપ બનાવશે. તેના લેપટોપ 1,366×768 પિક્સેલ્સ ડિસ્પ્લેવાળા હશે અને ક્વાલકોમ પાવર્ડ હશે. તે 2-જીબી રેમ અને 4-જીબી રેમ એમ બે વેરિઅન્ટમાં મળશે. તે ઉપરાંત એમાં મિનિ HDMI કનેક્ટર, ડ્યુઅલ-બેન્ડ વાઈફાઈ અને બ્લૂટૂથ જેવા ફીચર્સ પણ હશે. જિયોબુક લેપટોપ જિયોની પોતાની ઓપરેટિંગ સિસ્ટમ JioOS સંચાલિત હશે. જિયોબુકમાં જિયોસ્ટોર, જિયોમીટ, જિયોપેજીસ જેવા જિયો એપ્સ પ્રી-ઈન્સ્ટોલ કરાશે.