અંબાણીના ઘર નજીક મળેલી કારના માલિકની આત્મહત્યા

મુંબઈઃ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ઘર એન્ટિલિયાની બહાર 26 ફેબ્રુઆરીએ ગ્રીન કલરની વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી હતી. આ કારના માલિક મનસુખ હિરેનની શુક્રવારે સંદિગ્ઘ સ્થિતિમાં મોત થયું છે. પોલીસ પ્રારંભિક રીતે એને આત્મહત્યા માની રહી છે. મિડિયા અહેવાલ મુજબ તેણે કલવા બ્રિજથી કૂદીને પોતાનો જીવ આપ્યો હતો. જોકે પોલીસ બીજા એન્ગલથી પણ તપાસ કરી રહી છે.

મુકેશ અંબાણીનું નિવાસસ્થાન એન્ટિલિયા મુંબઈના ટોની અલ્ટમાઉન્ટ રોડ પર સ્થિત છે. એ 27-માળનું વિશ્વમાં સૌથી મૂલ્યવાન નિવાસસ્થાનો પૈકીનું મોંઘામાં મોંઘું એક નિવાસસ્થાન છે. અંબાણીના ઘર પાસે જે કાર મળી હતી, એમાં આશરે 20 જિલેટિન સ્ટિક મળી આવી હતી. પોલીસે કહ્યું હતું કે વાહનની નંબર પ્લેટ અંબાણીના સુરક્ષાના વિવરણમાં એક SUV સામાન હતી. પોલીસે એ પછી આ SUVના માલિક મનસુખ હિરેનના રૂપમાં ઓળખી કાઢ્યો હતો, જેણે તપાસ ટીમને જણાવ્યું હતું કે તેનું વાહન ચોરી થયું હતું અને એ માટે તેણે FIR પણ નોંધાવ્યો હતો.

જોકે હિરેનનું શબ થાણેના રેતી બંદર વિસ્તારમાં મળ્યું હતું. હિરેન ગુરવારથી લાપતા હતો. હિરેને તેના ઘરના સભ્યોને જણાવ્યું હતું કે તે કેટલાક સાહેબોને મળવા જઈ રહ્યો છે.

ભાજપના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડનવીસે વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર મુકેશ અંબાણીની સુરક્ષા મામલે આંખ આડા કાન કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને ઘટના સંબંધમાં વિધાનસભામાં નિવેદન આપવું જોઈએ.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]