વર્ષ 2019-20માં રોકાણકારોના રૂ. 41 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હીઃ રોકાણકારો નાણાકીય વર્ષ 20190-ને યાદ રાખવા નહીં માગે, કેમ કે વીતેલા નાણાકીય વર્ષમાં શેરબજારોમાં ભાગે ઊથલપાથલ જોવા મળી હતી. વીતેલા નાણાકીય વર્ષમાં આ વર્ષે રોકાણકારોને અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર, પીએમસી અને યસ બેન્કની ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, વૈશ્વિક સ્લોડાઉનને લીધે નબળું પડેલું અર્થતંત્ર અને વર્ષના અંતે કોરોના વાઇરસને લીધે બજારોની અવદશા જોવા મળી હતી. જેથી રોકાણકારોના વીતેલા વર્ષમાં 41 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.

વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી ટોપ અને બોટમ બનાવી

જાન્યુઆરી મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. પણ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં સતત ઘટાડો નોંધાયો હતો. કોરોના વાઇરસને કારણે વર્ષના અંતે સેન્સેક્સ 9000 પોઇન્ટ અથવા 25 ટકા ઘટ્યો હતો. જ્યારે વર્ષ 2019-20માં નિફ્ટી 3000 પોઇન્ટ અથવા 26 ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 10 શેરોમાં 10.6 ટકાનો ઘટાડો

સેન્સેક્સમાં સમાવિષ્ટ 10 શેરોએ વર્ષના અંત સુધીમાં સરેરાશ 10.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ શેરોએ સેન્સેક્સ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું. આ બધા શેરોનું માર્કેટ કેપ બે લાખ કરોડથી વધુનું છે. નાણાકીય વર્ષ 2018-19માં આ શેરો 30 ટકા અને વર્ષ 2017-18માં 20 ટકા વધ્યા હતા.

વર્ષમાં મિડકેપ 32 ટકા અને સ્મોલકેપ 37 ટકા ઘટ્યા

આ વર્ષે બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 32 ટકા ઘટ્યો હતો, જે વર્ષ 2008-09માં આવેલી આર્થિક કટોકટી પછી સૌથી મોટો ઘટાડો છે. એ વર્ષે ઇન્ડેક્સ 54 ટકા તૂટ્યો હતો. એ જ રીતે સ્મોલકેપ ઇન્ડેક્સ 37 ટકા ઘટ્યો હતો. આર્થિક મંદીના વર્ષમાં ઇન્ડેક્સનું મૂલ્ય 58 ટકા ઘટી ગયું છે.