નવી દિલ્હીઃ EPF એ એક પ્રકારની બચત યોજના છે, જેને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO) દ્વારા શરૂ કરવામાં આવી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થામાં માલિક (કંપની)નું અને કર્મચારીના પ્રતિ મહિને મૂળ પગારના 12 ટકા રકમ જમા થાય છે. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એ ફંડ કર્મચારીને ઉપયોગી સાબિત થાય છે. વળી, નિવૃત્ત થયા પછી EPFOથી એક નિશ્ચિત રકમ આવક પ્રાપ્ત કરવા માટે જોગવાઈ છે. કોઈ પણ કારણે કોઈ પણ વ્યક્તિનું મોત થવાની સ્થિતિમાં EPFOએ નાણાંનો ઉપયોગ પરિવાર માટે કરવામાં આવે છે. વ્યક્તિના મોત થવા પર PFનાં નાણાં પરિવારને મળે છે. એના માટે કુટુંબના એક સભ્યને નોમિની બનાવવો પડે છે. જો કર્મચારીએ અત્યાર સુધી કોઈને નોમિની નથી બનાવી તો એ ફોર્મ ભરીને PF ઓફિસમાં જમા કરાવી શકે છે.
અહીં એ દર્શાવ્યું છે કોઈ વ્યક્તિ e-નોમિનેશન ઓનલાઇન કેવી રીતે ભરી શકે છે. EPFOની સત્તાવાર વેબસાઇટ માટે જાઓ. એ પછી કંપનીઓની હાયપર લિન્ક પર ક્લિક કરો અને પછી સ્ટાફના વિકલ્પમાં ફોર સ્ટાફ પર જાઓ.- UAN-ઓનલાઇન કંપનીઝ પર જાઓ અને તમે લોગ ઇન કરો.
ત્યાર બાદ UAN અને પાસવર્ડ નાખો અને લોગ ઇન પર ક્લિક કરો. એ પછી e-નોમિનેશન પર પસંદ કરો. એમાં બધી પરિવાર સંબંધિત વિગતો ભરો. એમાં તમે કેટલાક નોમિની ઉમેરી શકો છો. હવે સેવ EPF પર ક્લિક કરો અને OTP જનરેટ કરીને e-સિગ્નલ પર ક્લિક કરો. OTP આધાર સાથે સંકળાયેલા નંબર પર આવશે. એ નંબર નાખી સબમિટ કરો.