મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે રિકવરી જોવા મળી હતી. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી ઈથેરિયમ, શિબા ઇનુ, બિટકોઇન અને બાઇનાન્સમાં ત્રણ ટકા સુધીનો વધારો થયો હતો. પોલીગોન, ચેઇનલિંક, એક્સઆરપી અને કાર્ડાનો ઘટ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.068 ટ્રિલ્યન ડોલર રહ્યું હતું.
ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અને બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સે વૈશ્વિક સ્તરે ક્રીપ્ટોકરન્સી માટેના નિયમો ઘડવા સંયુક્તપણે પેપર લખ્યું છે. જી-20 સમૂહની મીટિંગમાં આઇએમએફે કહ્યું હતું કે ડિજિટલ એસેટ્સ પર પ્રતિબંધ મૂકવાને બદલે એનું નિયમન કરવાની જરૂર છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.76 ટકા (250 પોઇન્ટ) વધીને 33,228 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,978 ખૂલીને 33,668ની ઉપલી અને 32,814 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.