આઇસી15 ઇન્ડેક્સ 103 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 શુક્રવારે 103 પોઇન્ટ વધ્યો એની પહેલાં એમાં ઘણી ચડ-ઉતર થઈ હતી. ઇન્ડેક્સના મુખ્ય વધેલા કોઇન ડોઝકોઇન, કાર્ડાનો, પોલીગોન અને રિપલ હતા. સોલાના, લાઇટકોઇન અને ટ્રોનમાં ઘટાડો થયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 814 અબજ ડોલર રહ્યું હતું.

દરમિયાન, અમેરિકાના સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને ઓડિટિંગ રિપોર્ટ્સમાંથી મળતા ખોટા આશ્વાસનને લીધે રોકાણકારોનાં રોકાણો જોખમમાં મુકાતાં હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. કમિશને કહ્યું છે કે હવે ક્રીપ્ટોકરન્સી કંપનીના ઓડિટનું કામ કરનારી ઓડિટ કંપનીઓની સ્ક્રુટિની વધારવામાં આવશે એમ કહ્યું છે. બીજી બાજુ, અનેક ક્રીપ્ટો એક્સચેન્જોએ પ્રૂફ ઓફ રિઝર્વ્સ છૂટા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બ્રાઝિલના પ્રમુખ જેર બોલસોનારોએ ક્રીપ્ટો એસેટ્સ કાનૂની કરવા માટેના ખરડા પર સહી કરી છે. નવા કાયદા હેઠળ ડિજિટલ એસેટ કંપનીઓએ વર્ચ્યુઅલ સર્વિસ પ્રોવાઇડર તરીકેનું લાઇસન્સ લેવા માટે અરજી કરવી પડશે. આ કંપનીઓમાં એક્સચેન્જો અને ટ્રેડિંગ ઇન્ટરમીડિયરીઝનો સમાવેશ થાય છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.42 ટકા (103 પોઇન્ટ) વધીને 24,488 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,385 ખૂલીને 24,550ની ઉપલી અને 23907 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.