આઇસી15 ઇન્ડેક્સ 501 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલો ઘટાડો અટક્યો હતો. માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સ 501 પોઇન્ટ વધ્યો હતો. એમાં લાઇટકોઇન, એક્સઆરપી, ટ્રોન અને યુનિસ્વોપમાં 3થી 7 ટકાનો વધારો થયો હતો. ઇન્ડેક્સમાંથી માત્ર સોલાનામાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 836 અબજ ડોલર થયું હતું.

હોંગકોંગના સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશનના ડેપ્યુટી સીઈઓ જુલિયા લિઉંગે લંડન ક્રીપ્ટોકરન્સી કોન્ફરન્સમાં કહ્યું હતું કે ક્રીપ્ટો માર્કેટમાં હાલ વોલેટિલિટી ચાલી રહી છે. આ માર્કેટ હવે પરંપરાગત નાણાકીય સેવાઓના ક્ષેત્ર સાથે સમન્વય સાધી રહી છે.

અમેરિકાના સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશનના ચેરમેન ગેરી ગેન્સલરે કહ્યું હતું કે સ્ટેબલકોઇન તથા અન્ય ક્રીપ્ટો કોઇન માટે નાણાકીય નિયમન વધારવાની જરૂર છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2 ટકા (501 પોઇન્ટ) વધીને 24,929 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,428 ખૂલીને 25,135ની ઉપલી અને 24,226 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
24,428 પોઇન્ટ 25,135 પોઇન્ટ 24,226 પોઇન્ટ 24,929 પોઇન્ટ

ડેટાનો સમયઃ 18-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)