IC15 ઇન્ડેક્સ 380 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ IC15 ઇન્ડેક્સમાં પાછલા ચોવીસ કલાકના ગાળામાંથી પ્રારંભિક તબક્કામાં ઘણી વોલેટિલિટી જોવા મળી હતી. છેલ્લા 18 કલાકમાં સાંકડી વધઘટ થઈ હતી. માર્કેટ કેપિટલાઇઝેશન 919 અબજ ડોલર પર પહોંચ્યું છે. ઇન્ડેક્સના તમામ ઘટકોમાં સુધારો થયો હતો. તેમાં અવાલાંશ, એક્સઆરપી અને ચેઇનલિંક ત્રણથી છ ટકા જેટલા વધ્યા હતા.

યુનાઇટેડ કિંગડમ સરકારે ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગને નિયંત્રણમાં રાખવા માટે તેની જાહેરખબરોનું નિયમન કરવાની શરૂઆત કરી છે. અનધિકૃત ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે.

દરમિયાન, હોંગકોંગ ક્રિપ્ટોકરન્સીમાં રિટેલ ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગને મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે. આ અગાઉ ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.4 ટકા (380 પોઇન્ટ) વધીને 27,449 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,069 ખૂલીને 27,523 પોઇન્ટની ઉપલી અને 26,576 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
27,069 પોઇન્ટ 27,523 પોઇન્ટ 26,576 પોઇન્ટ 27,449 પોઇન્ટ
ડેટાનો સમયઃ 22-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)