ક્રીપ્ટોકરન્સી માર્કેટના મિશ્ર-વલણ વચ્ચે આઇસી15-ઇન્ડેક્સમાં 746-પોઇન્ટની વૃદ્ધિ 

મુંબઈઃ ભારતીય સમય પ્રમાણે બુધવારે રાત્રે ફેડરલ રિઝર્વ વ્યાજદર સંબંધિત નિર્ણય લે તેની પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકોઇન 38,500 ડોલરની ઉપર ચાલી રહ્યો હતો.

અમેરિકામાં રોકાણકારો ફેડરલ રિઝર્વના પગલાની રાહ જોઈ રહ્યા છે એવામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં ઉતાર-ચડાવ જોવા મળ્યા હતા અને બોન્ડ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરે અને ખર્ચમાં ઘટાડો કરે એવી ધારણા છે. અનેક કરન્સીની સામે ડોલરની મજબૂતીનો અંદાજ આપતો ડોલર ઇન્ડેક્સ 20 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

નોંધનીય છે કે ભારતમાં તથા ઓસ્ટ્રેલિયામાં સંબંધિત કેન્દ્રીય બેન્કે ફેડરલ રિઝર્વની પહેલાં જ વ્યાજદરમાં વૃદ્ધિના નિર્ણયની જાહેરાત કરી દીધી છે. અન્ય દેશોમાં પણ આવું જ પગલું ભરાવાની શક્યતા છે

બિટકોઇનમાં પાછલા ચોવીસ કલાકમાં 1 ટકાનો વધારો થયો છે. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી – ઈથેરિયમમાં ભાવ વધુ વધ-ઘટ વગર 2,800 ડોલરની આસપાસ રહ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.33 ટકા (746 પોઇન્ટ) વધીને 56,826 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 56,080 ખૂલીને 56,884 સુધીની ઉપલી અને 54,642 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
56,080 પોઇન્ટ 56,884 પોઇન્ટ 54,642 પોઇન્ટ 56,826 પોઇન્ટ

ડેટાનો સમયઃ 4-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)