આઇસી15 ઇન્ડેક્સમાં માત્ર 56 પોઈન્ટનો વધારો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલરનો આંક વટાવી ગયું છે. ઉદ્યોગનો બેન્ચમાર્ક આઇસી15 પાંચ સપ્તાહ કરતાં વધુ સમય બાદ 30,000ની સપાટી કૂદી ગયો છે. બિટકોઇન 20,500 ડોલરની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. ડોઝકોઇનમાં 10 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે, જ્યારે પોલીગોન અને લાઇટકોઇનમાં 3-3 ટકાનો ઘટાડો થયો છે. વ્યાજદરમાં હવે વધુ મોટો વધારો કરવામાં નહીં આવે એવી ધારણાને પગલે ઈક્વિટી માર્કેટ વધી રહી છે.

દરમિયાન, બ્લોકચેઇન ડોટ કોમે ક્રીપ્ટોકરન્સી કાર્ડ લોન્ચ કરવા માટે વિઝા કંપની સાથે સહયોગ સાધ્યો છે. આ કાર્ડ શરૂઆતમાં ફક્ત અમેરિકન નાગરિકો માટે બહાર પડાશે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમની સંસદે પ્રસ્તાવિત ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ માર્કેટ્સ બિલ મારફતે ક્રીપ્ટોકરન્સીનું પણ નિયમન કરવા માટે મંજૂરી આપી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.18 ટકા (56 પોઇન્ટ) વધીને 30,337 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,281 ખૂલીને 30,915ની ઉપલી અને 29,832 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
30,281 પોઇન્ટ 30,915 પોઇન્ટ 29,832 પોઇન્ટ 30,337 પોઇન્ટ

ડેટાનો સમયઃ 27-10-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)