મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ મંગળવારે બપોરે 648 પોઇન્ટ વધ્યો હતો. એના ઘટકોમાંથી તમામ કોઇન વધ્યા હતા, જેમાં ચેઇનલિંક અને ડોઝકોઇન સાત ટકા કરતાં વધુ પ્રમાણમાં વધ્યા હતા. કોઇનમાર્કેટકેપ વેબસાઇટના આધારે ક્રીપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન 837 અબજ ડોલર થયું હતું.
દરમિયાન, ઈઝરાયલના મુખ્ય અર્થશાસ્ત્રી શિરા ગ્રીનબર્ગે કહ્યું છે કે ઇઝરાયલ સિક્યોરિટીઝ ઓથોરિટી અને ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર્સના સુપરવાઇઝર ક્રીપ્ટો ઉદ્યોગ પર નજર રાખી શકે એ માટે એમને વધુ અધિકાર આપવાની જરૂર છે. અહીં જણાવવું રહ્યું કે ફક્ત બે ટકા ઇઝરાયલીઓ ક્રીપ્ટો વોલેટ ધરાવે છે અથવા વાપરે છે.
બીજી બાજુ, નાણાકીય સેવાઓ પૂરી પાડનારી ફિડેલિટીએ બિટકોઇન ટ્રેડિંગના કામકાજનો વિસ્તાર કર્યો છે. જાપાનની ટેક્નોલોજી કંપની સોની મેટાવર્સમાં વધુ કામ કરવા માગે છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.66 ટકા (648 પોઇન્ટ) વધીને 24,972 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,324 ખૂલીને 25,083 પોઇન્ટની ઉપલી અને 23,948 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
24,324 પોઇન્ટ | 25,083 પોઇન્ટ | 23,948 પોઇન્ટ | 24,972 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 29-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
