મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાની ગતિ ધીમી પાડશે એવા અણસારને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારાને વેગ મળ્યો હતો. માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 ઇન્ડેક્સ 283 પોઇન્ટ વધ્યો હતો. એના તમામ ઘટકો વધ્યા હતા. ખાસ કરીને સોલાના, ચેઇનલિંક, ઈથેરિયમ અને અવાલાંશમાં બેથી નવ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માર્કેટ કેપિટલાઇઝેશન 833 અબજ ડોલર પર પહોંચ્યું હતું.
દરમિયાન, દક્ષિણ કોરિયાએ ડિજિટલ એસેટ્સ એક્ટમાં નવો સુધારો સૂચવ્યો છે અને ગ્રાહકોની ડિપોઝિટને અલાયદી રાખવાની જોગવાઈ કરવાનું કહ્યું છે. નાણાકીય સત્તાવાળાઓ ક્રીપ્ટોકરન્સી પ્રોજેક્ટ્સ પર બારીક નજર રાખી શકે એ હેતુથી આ કાયદો ઘડવામાં આવ્યો છે. રશિયાના સંસદસભ્યો પણ નેશનલ ક્રીપ્ટો એક્સચેન્જ લોન્ચ કરવા માટે સુધારા-વધારા કરાવી રહ્યા છે.
જાપાને ડિજિટલ યેનના પ્રયોગમાં મોટી ખાનગી બેન્કો સાથે સહયોગ સાધવાનો વિચાર કર્યો છે, જેથી ગ્રાહકોની ડિપોઝિટ અને ઉપાડને લગતા અનેક પ્રશ્નોનો હલ લાવી શકાય.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.15 ટકા (283 પોઇન્ટ) વધીને 24,795 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,512 ખૂલીને 25,109ની ઉપલી અને 24,198 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
24,512 પોઇન્ટ | 25,109 પોઇન્ટ | 24,198 પોઇન્ટ | 24,795 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 24-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |