મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો તેને પગલે બુધવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો આવ્યા બાદ ગુરુવારે મિશ્ર વલણ જોવા મળ્યું છે. એક તબક્કે 19,000 ડોલરની નીચે પહોંચી ગયેલો બિટકોઇન ફરી 19,000ની ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
ગુરુવારે અમેરિકામાં શેરબજારમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. બુધવારે અમેરિકન સ્ટોક માર્કેટના તમામ ઇન્ડેક્સમાં ઘટાડો થયો હતો. ફેડરલ રિઝર્વ આવતા વર્ષ સુધીમાં વ્યાજદરને વધારીને 4.4 ટકાના સ્તરે લઈ જવાની છે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.45 ટકા (124 પોઇન્ટ)ના વધારા સાથે 27,531 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,407 ખૂલીને 28,621ની ઉપલી અને 25,938 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
27,407 પોઇન્ટ | 28,621 પોઇન્ટ | 25,938 પોઇન્ટ | 27,531 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 22-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |