આઇસી15 ઇન્ડેક્સમાં નવ ટકાનો કડાકો

મુંબઈઃ સિલ્વરગેટ બેન્કની તારાજીની સ્થિતિમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પ્રતિકૂળ અસર થઈ છે. શુક્રવારે માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 8.72 ટકા ઘટી ગયો હતો તથા બિટકોઇન પણ 20,000 ડોલરની સપાટીની નીચે ઉતરી ગયો હતો. ઇન્ડેક્સના તમામ કોઇનમાં ઘટાડો નોંધાયો હતો, જેમાંથી લાઇટકોઇન, ટ્રોન, સોલાના અને ડોઝકોઇનમાં 11થી 16 ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, પેમેન્ટ સર્વિસ સ્વિફ્ટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના બીજા તબક્કાના પ્રયોગની જાહેરાત કરી છે. આ અખતરામાં ટ્રેડ ફાઇનાન્સ તથા સિક્યોરિટીઝ સેટલમેન્ટ ક્ષેત્રે સીબીડીટીનો ઉપયોગ કરવા વિશે ચકાસણી થશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 8.72 ટકા (2,688 પોઇન્ટ) ઘટીને 28,121 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,809 ખૂલીને 31,117ની ઉપલી અને 28,046 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.