અમેરિકાની SV બેન્કની કટોકટીઃ મુંબઈની SVC બેન્કની પરેશાની

મુંબઈઃ અમેરિકાની સિલિકોન વેલી બેન્ક (એસવીબી)નું ઉઠમણું થતાં દુનિયાભરમાં હો હા મચી ગઈ છે. ત્યારે મુંબઈની 116 વર્ષ જૂની એસવીસી બેન્ક (અગાઉની શામરાવ વિઠ્ઠલ કોઓપરેટિવ બેન્ક)ના ગ્રાહકોમાં નાહકનો ગભરાટ ફેલાતાં બેન્કને નિવેદન બહાર પાડવાની ફરજ પડી છે.

ચિંતિત થયેલા ખાતેદારો-ગ્રાહકોએ એમની ડિપોઝીટોના સ્ટેટસ અને સલામતી વિશે જાણવા ધસારો કરી દેતાં એસવીસી બેન્કે નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે આ ભૂલભરી ઓળખનો કેસ છે. એસવીસીને એસવીબી, અમેરિકા સાથે કોઈ લેવાદેવા નથી કે સંબંધ નથી. એસવીસી બેન્કના સંચાલકોએ ચેતવણી આપી છે કે અફવાઓ ફેલાવનારાઓ સામે તે કાનૂની પગલું ભરશે.

એસવીસી બેન્ક ભારતની બહુ-રાજ્ય શેડ્યૂલ્ડ અર્બન કોઓપરેટિવ બેન્ક છે, માત્ર ભારતમાં જ સંચાલિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]