વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં વેચવાલીઃ નિફ્ટી 17,450ની નીચે

નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતોને પગલે ફાઇનાન્સ, આઇટી, A’a અને કેપિટલ ગુડ્ઝના શેરોમાં ભારે વેચવાલીને કારણે BSE સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઘટાડો થયો હતો. US ફેડ દ્વારા વ્યાજદરોમાં આક્રમક રીતે વધારો કરવાની ચિંતાને પગલે બજારમાં વેચવાલી ફરી વળી હતી. જેથી સેન્સેક્સ 671.15 પોઇન્ટ તૂટી 59,135.13ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 177 પોઇન્ટ તૂટીને 17,413ના સ્તરે બંધ થયો હતો.

સપ્તાહના અંતે શુક્રવારે નબળા વૈશ્વિક સંકેતોને પગલે ઘરેલુ બજાર ઘટાડા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જોકે ભારે વેચવાલી વચ્ચે અદાણી ગ્રુપના શેર્સમાં પાંચ ટકાની મજબૂતી નોંધાઈ હતી. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસના શેર્સમાં ક્રમશઃ પાંચ ટકા સુધી ઊછળી ગયા હતા. અદાણી પાવરના શેર્સમાં ચાર ટકાથી વધુની મજબૂતાઈ જોવા મળી હતી. ટોપ ગેનર્સમાં મેંગલોર રિફાઇનરીના શેર 7.39 ટકા ઊછળ્યા હતા.

નિફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઘટાડો અને PSU ઇન્ડેક્સમાં બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ફ્રા, આઇટી અને મેટલ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં પણ વેચવાલી ફરી હતી.

100થી વધુ શેરોમાં નીચી સપાટીએ

એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ, જિંદલ સો, કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન, મેક્સહાઇટ્સ ઇન્ફ્રા, પાવર મેક પ્રોજેક્ટ્સ અને સિમેન્સે 52 સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા, જ્યારે ફાઇઝર, ટીવી ટુડે નેટવર્ક, જિલેટ ઇન્ડિયા, સુવેન લાઇફ સાયન્સીઝ, મુથુટ ફાઇનાન્સ, અને આરતી ડ્રગ્સ સહિત 100થી વધુ શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ સ્પર્શ્યા હતા.