આઇસી15 ઇન્ડેક્સ 874 પોઇન્ટ ઘટ્યો.

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગત થોડા દિવસોમાં આશરે 25 ટકા વૃદ્ધિ થયા બાદ ગુરુવારે પ્રોફિટ બુકિંગ થયું હતું. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના તમામ ઘટક કોઇનમાં ઘટાડો નોંધાયો હતો. એમાંથી શિબા ઇનુ, ડોઝકોઇન, સોલાના અને પોલીગોન મુખ્ય ઘટનાર કોઇન હતા, જેમાં 5થી 7 ટકાનો ઘટાડો નોંધાયો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 967 અબજ ડોલર રહ્યું હતું.

દરમિયાન, નેશનલ ઓસ્ટ્રેલિયન બેન્ક ઈથેરિયમ નેટવર્ક પર એક ઓસ્ટ્રેલિયન ડોલરની સામે એક ક્રીપ્ટોકરન્સી સ્ટેબલકોઇન ઇસ્યૂ કરનારી બીજી ઓસ્ટ્રેલિયન બેન્ક બની છે. એની પાછળનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય પેમેન્ટ અને કાર્બન ક્રેડિટનું ટ્રેડિંગ સહેલું બનાવવાનો છે.

 અમેરિકાની કેપિટલ માર્કેટ્સ એડવાઇઝરી અને ટોકન ઓફરિંગ પ્લેટફોર્મ – ડીલ બોક્સે બ્લોકચેઇન અને વેબ3 સ્ટાર્ટ અપ્સ માટે વેન્ચર કેપિટલ ડિવિઝન ખોલ્યું છે. ડીલ બોક્સ રિયલ એસ્ટેટ, ફિનટેક, ફનટેક અને સામાજિક સુધાર માટેની કંપનીઓમાં રોકાણ કરે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.82 ટકા (874 પોઇન્ટ) ઘટીને 30,088 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 30,962 ખૂલીને 31,583ની ઉપલી અને 29,552 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.