મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થયેલો સુધારો વધુ ટકી શક્યો નથી અને ગુરુવારે બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15માં 685 પોઇન્ટનો ઘટાડો થયો. ઇન્ડેક્સના મોટાભાગના ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાંથી શિબા ઇનુ, લાઇટકોઇન, ડોઝકોઇન અને સોલાનામાં 3થી 6 ટકાનો ઘટાડો થયો હતો. ચેઇનલિંક, પોલીગોન અને પોલકાડોટ અડધાથી 6 ટકા વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1.061 ટ્રિલ્યન ડોલર થયું હતું.
અલગોરાન્ડ ફાઉન્ડેશને ભારતની શાળાઓના વિદ્યાર્થીઓ માટે વેબ3ના શૈક્ષણિક અભ્યાસક્રમ ઘડવા માટે અનેક શાળાઓ સાથે સહયોગ સાધ્યો છે. બીજી બાજુ, બેન્ક ઓફ ન્યૂ યોર્ક મેલનના ડિજિટલ એસેટ્સ વિભાગના વડા માઇકલ ડેમિસીએ કહ્યું છે કે સંસ્થાકીય રોકાણકારોને હજી પણ ડિજિટલ એસેટ્સમાં રસ છે. બેન્કના સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે કે 91 ટકા કસ્ટોડિયન બેન્કો ડિજિટલ એસેટ્સમાં રોકાણ કરવા ઈચ્છુક છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.03 ટકા (685 પોઇન્ટ) ઘટીને 32,984 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,669 ખૂલીને 33,772ની ઉપલી અને 32,421 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.