સીડીએસએલમાં સક્રિય ડિમેટ ખાતાંની સંખ્યા આઠ-કરોડને પાર

મુંબઈ, ફેબ્રુઆરી 09, 2023: એશિયાની સૌપ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ આઠ કરોડથી અધિક સક્રિય ખાતાં ધરાવવાની વધુ એક નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. સક્રિય ડિમેટ ખાતાંની સંખ્યાની દૃષ્ટિએ સીડીએસએલ અત્યારે દેશની સૌથી મોટી ડિપોઝિટરી છે.

આ પ્રસંગે સીડીએસએલના એમડી અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું, “વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોટી સંખ્યામાં રોકાણકારોને જોઈને અમને આનંદ અને ઉત્સાહ થાય છે, જેઓ ભારતના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. સીડીએસએલની સ્થાપનાનો દિવસ નજીક છે ત્યારે આઠ કરોડ સક્રિય ખાતાંનો આંકડો પાર કરાયો એ સાથે આ પ્રસંગ અમારા માટે સ્પેશિયલ બની રહ્યો છે. આ સિદ્ધિ નિયામકના માર્ગદર્શન અને માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ, બજારની મધ્યસ્થીઓ અને સીડીએસએલના કર્મચારીઓના સતત સમર્થન વિના શક્ય ન હોત. અમે રોકાણકારોને સશક્ત કરવાનું ચાલુ રાખીશું અને આત્મનિર્ભરતા તરફની તેમની સફરમાં તેમને ટેકો પૂરો પાડતા રહીશું”