આઇસી15 ઇન્ડેક્સ 387 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના તમામ ઘટકોમાંથી ચેઇનલિંક, પોલકાડોટ, ડોઝકોઇન અને પોલીગોનમાં 4-5 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. બિટકોઇન 23,000 ડોલરની ઉપર રહી શક્યો છે તથા ક્રીપ્ટોનું માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલરની ઉપર રહ્યું છે.

આ વખતે ભારતના કેન્દ્રીય બજેટમાં કરવેરાના માળખામાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી કરદાતાઓ પોતાના હાથમાં ખર્ચ કરવા માટે વધુ રકમ બચે એવી આશા રાખી રહ્યા છે.

દરમિયાન, ટ્રોનના સ્થાપક જસ્ટિન સન આ વર્ષના અંત સુધીમાં ટ્રોન પાંચ દેશોમાં કાનૂની કરન્સી બની જવાની ધારણા રાખી રહ્યા છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.16 ટકા (387 પોઇન્ટ) ઘટીને 32,948 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,335 ખૂલીને 34,122ની ઉપલી અને 32,673 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.