ફિલિપ્સ 6000 લોકોની છટણી કરશે, જાણો કેમ?…

નવી દિલ્હીઃ ડચ હેલ્થ ટેક્નોલોજી કંપની ફિલિપ્સ 6000 લોકોની છટણી કરશે. કંપનીએ એક ફોલ્ટી ડિવાઇસને પરત લીધા પછી નફાકારકતા જાળવી રાખવા આ પગલું લીધું છે. ફોલ્ટી રેસ્પિટેરી ડિવાઇસને પરત લીધા બાદ કંપનીની માર્કેટ વેલ્યુમાં 70 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ કહ્યું હતું કે અડધા લોકોની છટણી આ વર્ષે થશે, જ્યારે બાકીના અડધા લોકોની છટણી 2025 સુધી થશે.

આ પહેલાં કંપનીએ એક ખાસ પ્રકારની બીમારીની સારવારમાં ઉપયોગમાં લેવાતા કરોડો વેન્ટિલેટરને પરત લેવાનો નિર્ણય કર્યો હતો. એને કારણે વેન્ટિલેટરમાં વપરાશમાં લેધીલા ફોમને લઈને આ પ્રકારની ચિંતા જાહેર કરવામાં આવી હતી કે એ ટોક્સિક થઈ શકે છે. ત્યાર બાદ કંપનીએ ઓક્ટોબરમાં કુલ વર્કફોર્સના પાંચ ટકા અથવા 4000 લકોની છટણીની યોજનાનું એલાન કર્યું હતું.

કંપનીના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોય જેકબ્સે કહ્યું હતું કે ફિલિપ્સ માર્કેટની મજબૂત પરિસ્થિતિના હિસાબથી સંભાવનાઓને નજરઅંદાજ નથી કરી શકતી. આને કારણે કંરની અનેક પ્રકારની ઓપરેશનલ પડકારોનો સામનો કરી રહી છે.એમ્સટરડમ સ્થિત ફિલિપ્સે ચોથા ત્રિમાસિકમાં 65.1 કરોડ યુરોના EBITAનું એલાન કર્યું છે. એ એક વર્ષ પહેલાંના 64.7 કરોડ યુરોથી થોડો વધુ છે. આ સૌની વચ્ચે નફાકારકતા સુનિષ્ટિત કરવા માટે કંપનીએ નોકરીમાંથી છટણી કરવાનું એલાન કર્યું હતું.