આઇસી15 ઇન્ડેક્સમાં 908 પોઇન્ટનો ઘટાડો 

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શનિવારે પણ ઘટાડો જારી રહ્યો હતો. રોકાણકારો હાલ ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે. શનિવારે સાંજ સુધીમાં બિટકોઇન 40,000ની નીચે ઉતરીને 39,585ની નજીક ચાલી રહ્યો હતો. છેલ્લા થોડા વખતથી ક્રીપ્ટોકરન્સી માર્કેટને ઈક્વિટી માર્કેટ સાથે સીધો સંબંધ થઈ ગયો છે. સ્ટૉક્સની વધઘટની સાથે સાથે ક્રીપ્ટોમાં પણ વધઘટ થઈ રહી છે.

અમેરિકામાં સ્ટૉક માર્કેટમાં મોટો કડાકો બોલાયો છે. શુક્રવારે ડાઉ જોન્સ 2.8 ટકા અને એસએન્ડપી 500 તથા નાસદાક 2.5-2.5 ટકા ઘટ્યા હતા.  નાસદાક પાંચ દિવસમાં લગભગ 4 ટકા ઘટી ગયો છે.

દરમિયાન, બીજી સૌથી વધુ પ્રચલિત ક્રીપ્ટોકરન્સી – ઈથેરિયમનો ભાવ 3,000 ડોલરની નીચે ઉતરી ગયો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.51 ટકા (908 પોઇન્ટ) ઘટીને 59,123 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 60,031 ખૂલીને 60,503 સુધીની ઉપલી અને 58,452 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
60,031 પોઇન્ટ 60,503 પોઇન્ટ 58,452 પોઇન્ટ 59,123 પોઇન્ટ

ડેટાનો સમયઃ 23-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)