આઇસી15 ઇન્ડેક્સમાં 89 પોઇન્ટનો મામૂલી વધારો 

મુંબઈઃ ગુરુવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. રોકાણકારો આ ડિજિટલ એસેટને પોર્ટફોલિયોમાં ઉમેરવા બાબતે સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા છે. આ સંજોગોમાં ટોચની ક્રીપ્ટોકરન્સી – બિટકોઇન 42,000 ડોલરની સપાટી પાર કરી ગયો છે.

અમેરિકામાં ગુરુવારે બજાર ઉંચે ખૂલવાની શક્યતા છે. મોટાભાગે લાર્જ કૅપ સ્ટોક્સ ધરાવતા સ્ટાન્ડર્ડ્સ એન્ડ પૂઅર્સ 500 ફ્યુચર્સ 0.9 ટકા ઉંચે ટ્રેડ થયા છે. નાસ્દાક પણ ઉંચે ખૂલવાની ધારણા છે.

હવે અમેરિકામાં ફેડરલ રિઝર્વ કયું ધોરણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. અમેરિકામાં સિક્યોરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા એસઈસી હાજર બિટકોઇન ઈટીએફ માટે આ વર્ષે મંજૂરી આપે એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

બીજી મોટી કરન્સી – ઈથેરિયમનો ભાવ 1 ટકો વધીને 3,000 ડોલરની ઉપર ગયો છે. મોટા ઓલ્ટરનેટિવ કોઇનમાં ઘટાડો નોંધાયો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.14 ટકા (89 પોઇન્ટ) વધીને 62,585 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 62,496 ખૂલીને 63,094 સુધીની ઉપલી અને 60,877 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
62,496 પોઇન્ટ 63,094 પોઇન્ટ 60,877 પોઇન્ટ 62,585 પોઇન્ટ

ડેટાનો સમયઃ 21-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]