આઇસી15 ઇન્ડેક્સ 385 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટકોમાં સોમવારે ઘટાડો થયો હતો. ટોચના ઘટેલા કોઇનમાં ડોઝકોઇન, અવાલાંશ, શિબા ઇનુ અને યુનિસ્વોપ સામેલ હતા, જેમાં 3થી 7 ટકાનો ઘટાડો થયો હતો. બિટકોઇન પાંચ દિવસ વધ્યા બાદ હવે 17,000 ડોલરની નીચે ચાલ્યો ગયો છે. ક્રીપ્ટોકરન્સીનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 844 અબજ ડોલર થઈ ગયું છે.

દરમિયાન, બૅન્ક ઑફ ઇંગ્લેન્ડના સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ના પ્રોજેક્ટમાં સીબીડીસીથી ભરેલા વોલેટની રચના કરવામાં આવશે. એની લેવડદેવડ અકાઉન્ટ આઇડી દ્વારા અથવા ક્યુઆર કોડ દ્વારા કરવામાં આવશે. એની ઓનલાઇન ચૂકવણી પણ કરી શકાશે. આ કંપની અત્યાર સુધી હોંગકોંગમાં તથા એશિયાના અન્ય વિસ્તારોમાં રહીને કામ કરતી હતી.

સોરા વેન્ચર્સ નામની કંપનીએ પોતાનો બિઝનેસ તાઇવાનના તાઇપેઇમાં ખસેડવાનો નિર્ણય લીધો છે. એનું કહેવું છે કે તાઇવાનમાં ક્રીપ્ટોકરન્સી માટે સાનુકૂળ વાતાવરણ છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.5 ટકા (385 પોઇન્ટ) ઘટીને 25,313 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,698 ખૂલીને 25,887ની ઉપલી અને 25,061 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.