મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા ધારણા કરતાં સારા આવ્યા હોવા છતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.86 ટકા (870 પોઇન્ટ) ઘટીને 45,844 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 46,714 ખૂલ્યા બાદ 46,959ની ઉપલી અને 44,314ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી અવાલાંશ અને સોલાના અનુક્રમે 10.71 ટકા અને 9.63 ટકા વધ્યા હતા. બીજા બધા કોઇન ઘટ્યા હતા, જેમાંથી ટોચના ઘટેલા કોઇન એક્આરપી, ઈથેરિયમ, ટ્રોન અને બિટકોઇન હતા.
દરમિયાન, ઓસ્ટ્રેલિયાએ ક્રીપ્ટો એસેટ્સ માટેની પોતાની કરવેરાની નીતિમાં ફેરફાર કર્યા છે. બીજી બાજુ, દક્ષિણ કોરિયાની ડેમોક્રેટિક પાર્ટીએ સંસદસભ્યોના ક્રીપ્ટોકરન્સી હોલ્ડિંગની જાહેરાત ફરજિયાતપણે કરાવવાનો નિયમ ઘડ્યો છે.