મુંબઈઃ અમેરિકામાં અર્થતંત્રના આંકડાઓ સારા હોવા છતાં બુધવારે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સના તમામ કોઇન ઘટ્યા હતા, જેમાંથી ત્રણથી પાંચ ટકાની રેન્જમાં સૌથી વધુ પ્રમાણમાં ઘટેલા કોઇન પોલીગોન, યુનિસ્વોપ, અવાલાંશ અને શિબા ઇનુ હતા.
દરમિયાન, જાપાન અને સિંગાપોરના નિયમનકારોએ ક્રીપ્ટોકરન્સીના પ્રોજેક્ટ્સ માટે સહકાર સાધ્યો છે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમનું કાયદા પંચ દેશમાં ડિજિટલ એસેટ્સને લગતા કાયદા ઘડવા માટે દબાણ કરી રહ્યું છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.55 ટકા (223 પોઇન્ટ) ઘટીને 40,097 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,320 ખૂલીને 40,680ની ઉપલી અને 39,957 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.