ફટાફટ વિઝા અપાવતી 9 કંપનીઓની નોકરી, અમેરિકન શ્રમવિભાગે આપી જાણકારી

નવી દિલ્હીઃ જો તમે પણ અમેરિકાની જેમ દુનિયાના સૌથી વિકસિત દેશોમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યાં છો અને આપને વિઝા નથી મળી રહ્યાં તો આ 9 દિગ્ગજ ટેક કંપનીઓ આપને ત્યાંના H-1B વિઝા અપાવી શકે છે. આપને જણાવી દઈએ કે અમેરિકામાં નોકરી કરવા માટે ત્યાંના ઘણા સરકારી વિભાગોની મંજૂરી લેવી પડે છે. આમાં સૌથી વધારે પ્રોબ્લેમ થાય છે, અમેરિકાના શ્રમ વિભાગ પાસેથી ત્યાં કામ કરવા માટે મંજૂરી લેવામાં. ત્યારે આવામાં અમેરિકાના શ્રમ વિભાગે એવી કંપનીઓનું લિસ્ટ જાહેર કર્યું છે કે જ્યાં કર્મચારીઓને સૌથી વધારે વિઝા મળ્યાં છે.

એપલ એક વૈશ્વિક કંપની છે. તેનો વ્યાપાર આખી દુનિયામાં ફેલાયેલો છે. ઘણા ભારતીયો પણ એપલ કંપનીમાં કામ કરે છે જેના માટે તેમને H-1B વિઝાની જરુર હોય છે અને કંપનીની મદદથી તેમને H-1B વિઝા સરળતાથી મળી જાય છે.

ટીસીએસ એક ભારતીય સોફ્ટવેર કંપની છે, જેનો વ્યાપાર અમેરિકાથી લઈને ખાડી દેશો સુધી ફેલાયેલો છે. ત્યારે આવામાં ટીસીએસ કંપની અમેરિકા જનારા પોતાના કર્મચારીઓને વિઝા અપાવે છે.

ભારતીય સોફ્ટવેર કંપની વિપ્રો પણ વિદેશોમાં ફેલાયેલા પોતાના બિઝનેસ માટે પોતાના કર્મચારીઓને અમેરિકાના વિઝા અપાવે છે.

ઈન્ફોસિસ ભારતની અગ્રણી સોફ્ટવેર કંપની છે, આ કંપનીનો વ્યાપાર આખા વિશ્વમાં છે. અમેરિકામાં પોતાના ગ્રાહકોની સેવા માટે ઈન્ફોસિસ પોતાના ઘણા એન્જિનિયરોને ત્યાં નોકરી માટે મોકલે છે અને પોતે જ વિઝા અપાવવાની વ્યવસ્થા કરે છે.

કોગ્નીજન્ટ ટેક્નોલોજી પણ એક વૈશ્વિક અમેરિકી કંપની છે. આ કંપનીની ઘણી શાખાઓ ભારતમાં પણ છે. આ કંપનીમાં ઘણા ભારતીયો કામ કરે છે અને તેમના માટે વિઝાની વ્યવસ્થા આ કંપની સરળતાથી કરી આપે છે.

એમેઝોનનો વ્યાપાર અમેરિકાથી લઈને ભારતના ઘણાં અન્ય દેશો સુધી ફેલાયેલો છે. ત્યારે આવામાં એમેઝોન પોતાના કર્મચારીઓને અમેરિકાના વિઝા અપાવવામાં મદદ કરે છે.

ક્વાલકોમ એક મલ્ટીનેશનલ અમેરિકી કંપની છે જે ટેલી કમ્યૂનિકેશન્સનો સામાન બનાવે છે. આ કંપની પણ પોતાના કર્મચારીઓને વિઝા અપાવવામાં મદદ કરે છે.