સ્ટાર્ટઅપ્સ માટે બેસ્ટ છે ગુજરાતઃ DIPP સ્ટાર્ટઅપ રેંકિંગમાં ગુજરાત પ્રથમ ક્રમે

નવી દિલ્હીઃ સ્ટાર્ટ અપ્સ માટે ગુજરાત સૌથી સારું રાજ્ય છે. જે સ્ટાર્ટ અપ્સને મજબૂત ઈકો સિસ્ટમ પ્રાપ્ત કરાવી રહ્યું છે. ડીપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રમોશનના સ્ટેટ સ્ટાર્ટઅપ રેંકિંગ 2018માં ગુજરાતને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. રેંકિંગમાં કુલ 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત રાજ્યોને સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે.

ગુજરાત રાજ્ય સિવાય ટોપ પર્ફોર્મરમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. રેંકિંગની જાહેરાત કરતા DIPP સેક્રેટરી રમેશ અભિષેકે જણાવ્યું કે આ પ્રકારની પ્રેક્ટિસથી તમામ રાજ્યોમાં સ્ટાર્ટ-અપ્સ માટે સારો માહોલ બનશે. રેંકિંગનો આધાર એ પહેલુઓને બનાવવામાં આવ્યા જેમને રાજ્ય સરકારોએ એન્ટરપ્રિનિયોર્સને પ્રમોટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

રેંકિંગ ફ્રેમવર્કમાં 38 એક્શન પ્લાન્ટ્સ અને ઈન્ટરવેન્શનના સાત ક્ષેત્રોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આમાં પોલિસી સપોર્ટ, ઈનક્યુબેશન સેન્ટર, સીડ ફંડિંગ, એન્જલ અને વેન્ચર ફંડિંગ અને સરળ રેગ્યુલેશન્સનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે મોદી સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો જેનો ઉદ્દેશ્ય નવા આત્રપ્રિન્યોર્સને વેગ આપવાનો છે. આ પ્લાન અંતર્ગત સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં છૂટ, ઈંસ્પેક્ટર રાજથી મુક્તિ અને કેપિટલ ગેસ ટેક્સમાં છૂટનો સમાવેશ થાય છે.