મોટા બંદરોની કાર્ગો સંચાલન ક્ષમતા વધીને 650 MMT થઈઃ સાગરમાલા પ્રોજેક્ટ

અમદાવાદ-  સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવેલા પ્રયાસોને પગલે  છેલ્લાં ચાર વર્ષમાં મોટાં બંદરોનાં કાર્ગો સંચાલનની ક્ષમતા વધીને 650 એમટીએ થઈ છે. બંદર સંચાલિત વિકાસથી આ ક્ષેત્રનો સંપૂર્ણ વિકાસ થયો છે. એમ કેન્દ્રીય રાજ્યપ્રધાન મનસુખ માંડવિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દેશમાં બંદર સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવા સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ સાગરમાલા ચાર મુખ્ય ભાગ ધરાવે છેઃ બંદરનું આધુનિકીકરણ, બંદર સંચાલિત ઔદ્યોગિકરણ, બંદરની કનેક્ટિવિટીમાં વધારો અને દરિયાઈ સમુદાયનો વિકાસ. સાગરમાલા માટે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના (એનપીપી) 2015-35 વર્ષ 2016માં જાહેર થઈ હતી. સાગરમાલા કાર્યક્રમનાં બંદર આધુનિકરણ ઘટક હેઠળ બંદર ક્ષેત્રમાં મુખ્ય સિદ્ધિઓ નીચે મુજબ છે.

મુખ્ય બંદરોની કાર્ગો સંચાલન ક્ષમતામાં વધારો:

  •  2013-14                            –       800.52 MTPA
  •  2017-18                            –       1451.19 MTPA
  • ક્ષમતામાં વધારો                        –       650.67 MMT

 

મુખ્ય બંદરો દ્વારા ટ્રાફિકનું કુલ સંચાલન:

  • 2013-14                             –       555.49 MT
  • 2017-18                             –       679.47 MT
  • ટ્રાફિકમાં વધારો                        –       123.98 MT

 

 સરેરાશ ટર્ન એરાઉન્ડ ટાઇમ (ટીએટી)માં ઘટાડો:

2013-14                             –       93.60 કલાક

2017-18                             –       65.00 કલાક

સમયમાં બચત                         –       28.60 કલાક

 

  સરેરાશ શિપ બર્થ દિવસ આઉટપુટમાં વધારો:

2013-14                             –       12468 ટન

2017-18                             –       15451 ટન

આઉટપુટમાં વધારો                    –       2983   ટન

 RFID આધારિત ગેટ-ઓટોમેશન સિસ્ટમનો અમલ તમામ મુખ્ય બંદરો પર થાય છે. એનાથી બંદરનાં દરવાજા પર કાર્ગોનો નિકાલ ઝડપથી સક્ષમ બને છે, જેથી સરેરાશ ટર્ન-એરાઉન્ડ ટાઇમમાં ઘટાડો થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]