નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય એરલાઈન એર ઈન્ડિયાને રૂ. 18,000 કરોડમાં ટાટા સન્સને વેચી દેવાનો સોદો કર્યો છે અને આજે તેણે ટાટા ગ્રુપની આ કંપની સાથે શેર-પરચેઝ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કર્યા છે. સોદા અનુસાર, ટાટા ગ્રુપની કંપની સરકારને રૂ. 2,700 કરોડ રોકડ રકમમાં આપશે અને એર ઈન્ડિયાનું રૂ. 15,300 કરોડનું દેવું પોતાને હસ્તક લેશે.
શેર પરચેઝ એગ્રીમેન્ટ પર સહીસિક્કા કરાયાની જાણકારી કેન્દ્ર સરકારના ઈન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ વિભાગના સેક્રેટરી તુહીનકાંત પાંડેએ કરી છે. સરકારે એર ઈન્ડિયામાં પોતાનો સંપૂર્ણ હિસ્સો ટાટા ગ્રુપને વેચી દીધો છે.