નવી દિલ્હીઃ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કાયદા અંતર્ગત લેટ ફી માફી યોજનાનો લાભ લેવા માટેની આખરી તારીખને કેન્દ્રીય નાણાં મંત્રાલયે 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. આ યોજના 31 ઓગસ્ટે પૂરી થવાની હતી.
જુલાઈ-2017થી એપ્રિલ-2021 સુધીના ટેક્સ ચૂકવણી સમયગાળા માટે રિટર્ન્સ જો આ વર્ષની 1 જૂન અને ઓગસ્ટ 31 વચ્ચે સુપરત કરાયા હોય તો આ ટેક્સ પીરિયડ માટેનું GSTR-3B ફોર્મ સુપરત ન કરવા બદલ વસૂલ કરવામાં આવતી લેટ ફીને ઘટાડીને કે માફ કરીને સરકારે કરદાતાઓને રાહત પૂરી પાડી છે.