નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ટેલીકમ્યુનિકેશન્સ વિભાગ (DoT)એ ટેલીકોમ સેવા પ્રોવાઈડર કંપનીઓને આદેશ આપ્યો છે કે એમણે દેશના તમામ વિમાનમથકો ખાતે રનવેથી 2.1 કિલોમીટર સુધીના વિસ્તારની આસપાસમાં 3,300થી લઈને 3,670 MHz બેન્ડમાં 5G ટેક્નોલોજી માટેના બેઝ મથકો ઈન્સ્ટોલ કરવા નહીં.
સરકારે વિમાન કામગીરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ વિસ્તારમાં તેમજ તેની આસપાસમાં C-બેન્ડ 5G સ્પેક્ટ્રમનો અમલ કરવાની બાબતમાં ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા દેશોમાં 5G ફ્રીક્વન્સી માટે 3,500 MHz રેન્જમાં (3.5 GHz 5G બેન્ડ અથવા C-બેન્ડ 5G)ના બેઝ મથકો ઊભા કરવામાં આવે છે.