‘વધુ દેશોને રૂપિયામાં વ્યાપાર કરવા તૈયાર કરો’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યાપાર સંસ્થાઓ, બેન્કોને કહ્યું છે કે વધુ દેશો સાથે રૂપિયાના ચલણમાં વ્યાપાર કરવાની શક્યતાઓની તેઓ તપાસ કરે. રશિયા, મોરિશ્યસ અને શ્રીલંકા રૂપિયાના ચલણમાં ભારત સાથે વ્યાપાર કરવા તૈયાર થયા હોવાથી સરકાર વધારે દેશો આ માટે તૈયાર થાય એવું ઈચ્છે છે. ભારતની બેન્કોએ આ ત્રણ દેશો સાથે રૂપિયાના ચલણમાં વ્યાપાર વ્યવસ્થા લાગુ કરી છે અને એ માટે સ્પેશ્યલ વોસ્ટ્રો રૂપી એકાઉન્ટ્સ (SVRA) ખોલ્યા છે.

Rupees.

એસબીઆઈ મોરિશ્યસ લિમિટેડ અને પીપલ્સ બેન્ક ઓફ શ્રીલંકાએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે SVRA ખોલ્યો છે. તે ઉપરાંત બેન્ક ઓફ સીલોને ચેન્નાઈમાં તેની ભારતીય પેટાકંપનીમાં એક એકાઉન્ટ ખોલ્યો છે. યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ રોસ બેન્ક રશિયાનો સ્પેશ્યલ રૂપી એકાઉન્ટ ખોલ્યો છે જ્યારે ચેન્નાઈસ્થિત ઈન્ડિયન બેન્કે શ્રીલંકાની ત્રણ બેન્કોના આવા એકાઉન્ટ ખોલ્યા છે.