નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં દેશનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ટેક્સનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ગિફ્ટ IFSC દ્વારા ગ્લોબલ કેપિટલ ઇનફ્લોમાં સુધારો થયો છે. સરકારે સિટિઝન ફર્સ્ટ પર કામ કર્યું છે. રિટેલ મોંઘવારીને નીતિ અંતર્ગત રાખવામાં આવી છે.
સરકારનું લક્ષ્ય 2047 સુધી વિકસિત દેશ બનાવવાનું છે. સરકાર આશરે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહી છે. સરકાર હાઉસિંગ, પાવર અને પાણી દરેક ઘરે પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે. સરકાર ખેડૂતો માટે MSP વધારીને આવક વધારવાના પ્રયાસ કરી રહી છે. સરકારનું ધ્યાન ગરીબ, મહિલા અને યુવા સશક્તીકરણ પર રહ્યું છે.
નાણાં મંત્રીએ કહ્યું હતું કે 11.8 કરોડ ખેડૂતોને સરકારી સહાય આપવામાં આવી છે અને PM કિસાન સન્માન નિધિ યોજના દ્વારા કરોડો ખેડૂતોને રોકડ રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. દેશની અન્નદાતાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે અને પીએમ ફસલ યોજનાનો લાભ ચાર કરોડ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. અમે 300 યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે અને એક તૃતીયાંશ મહિલાઓને અનામત આપી છે.
#BudgetWithBS : Our government is working towards development which is all-around, all-inclusive, and all-pervasive. It covers all castes and people at all levels. We are working towards making India a Viksit Bharat by 2047: FM #NirmalaSitharaman .#Budget2024
— Budget 2024-25 #Budget2024 #UnionBudget #Budget (@Budget2024) February 1, 2024
તેમણે કહ્યું હતું પીએમ જન ધન યોજના હેઠળ આદિવાસી સમુદાય સુધી પહોંચવાનું છે. ખાસ આદિવાસીઓ માટે ખાસ સ્કીમ લઈને આવ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વેગ મળ્યો છે. સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે. સરકાર ગરીબી દૂર કરવા માટે કામ કરી રહી છે. સરકારે પડકારોનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પાણી યોજના દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 78 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે. ખેડૂતોને સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પહેલાં મોદી સરકારે 2019ના વચગાળાના બજેટમાં, કરદાતાઓને છૂટ આપવા સિવાય ઘણી મોટી જાહેરાતો કરી હતી. જેમાં ખેડૂતોને લગતી ઘણી યોજનાઓ સામેલ હતી. સરકારે પીએમ કિસાન યોજનાની જાહેરાત કરી હતી અને ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી તો બીજી બાજુ, તેમણે કિસાન ક્રેડિટ કાર્ડ પર વ્યાજ સબવેન્શનનો લાભ પણ આપ્યો હતો. આવી સ્થિતિમાં, આ વખતે પણ સરકાર વચગાળાના બજેટમાં મતદારોને રીઝવવામાં ભાગ્યે જ કોઈ કસર છોડશે. અમને બજેટ સત્ર સંબંધિત તમામ નવીનતમ અપડેટ્સ જણાવો…