નવી દિલ્હી – લોકોને સસ્તા ભાડામાં વિમાન પ્રવાસ કરાવતી અને વાડિયા ગ્રુપની માલિકીની એરલાઈન ગોએર દ્વારા તેની વિમાસેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.
એ માટે 18 જુલાઈ, ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી હતી. ગોએરે અખાત વિસ્તારમાં પોતાની પાંચ નવી ઈન્ટરનેશનલ વિમાનસેવા શરૂ કરી છે, બેંગકોક માટે બે નવી ફ્લાઈટ શરૂ કરી છે, તદુપરાંત, 8 નવી સ્થાનિક સેવાઓ પણ શરૂ કરી છે. જેટ એરવેઝ બંધ થઈ જતાં બેંગકોક, કુવૈત અને દુબઈ ઈન્ટરનેશનલ રૂટ પર ગોએરને ફ્લાઈટ્સ ફાળવવામાં આવી છે.
નવી આંતરરાષ્ટ્રીય સેવાઓ છેઃ દિલ્હી-અબુધાબી, મુંબઈ-અબુધાબી, મુંબઈ-મસ્કત, દિલ્હી-બેંગકોક, કાન્નુર-દુબઈ, મુંબઈ-બેંગકોક અને કાન્નુર-કુવૈત.
નવી આઠ સ્થાનિક ફ્લાઈટ્સ આ શહેરોમાંથી શરૂ કરાઈ છેઃ કોચીન, ચેન્નાઈ, જયપુર, બેંગલુરુ, ચંડીગઢ અને પટના.
ડોમેસ્ટિક સિવિલ એવિએશન માર્કેટમાં ગોએરનો હિસ્સો 11.1 ટકા છે.
ગોએર દરરોજ 24 ડોમેસ્ટિક અને ચાર આંતરરાષ્ટ્રીય રૂટ પર 285 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે.
51 વિમાનોનો કાફલો ધરાવતી ગોએરે સતત 9મા મહિને બેસ્ટ ઓન-ટાઈમ પરફોર્મન્સ (OTP) એવોર્ડ જીત્યો છે.