નવી દિલ્હીઃ સુઝલોન ગ્રુપના વાઇસ ચેરમેન ગિરિશ તંતી આ વર્ષે અબુ ધાબીમાં આયોજિત ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC)ની વાર્ષિક બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. તંતી પાસે વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ યુરોપ, અમેરિકા અને એશિયામાં રહીને કામ કરી ચૂક્યા છે, એમ GWECએ કહ્યું હતું.
આ વિશ્વ માટે બહુ કટોકટીનો સમય છે, કેમ કે આપણું ભવિષ્ય ઝડપથી ટ્રાન્ઝિટ થઈ રહેલા વિશ્વ પર નિર્ભર છે. હું GWECના વાઇસ ચેરમેનના રૂપે કાર્યભાર સંભાળતા ઉત્સાહિત છું, કેમ કે એ વિન્ડ એનર્જીના વૈશ્વિક એજન્ડા માટે બહુ અસરકારક પ્લેટફોર્મ છે, એમ GWECના વાઇસ ચેરમેન ગિરિશ તંતીએ કહ્યું હતું. તેઓ કેટલાય પ્રતિષ્ઠિત અર્ધસરકારી અને ખાનગી ઓર્ગેનાઇઝેશનોના સભ્ય તરીકે નીતિને પ્રોત્સાહન આપે છે અને તેઓ વિશ્વની એનર્જી ટ્રાન્ઝિશનની યાત્રાને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. રિન્યુએબલ્સના કટોકટી સમયે મારું GWECના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવવું એ ઘણા સન્માનની વાત છે અને બોર્ડે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, એના માટે હું તેમનો આભારી છું. હું રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશનના લક્ષ્યને પૂરાં કરવા માટે ઉત્સુક છું, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કંપનીના સહસંસ્થાપક તરીકે 1995માં રિન્યુએબલ એનર્જીનો વ્યવસાય શરૂ કર્યો હતો. કંપની 2000ના દાયકાના પ્રારંભથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી પાંચ અગ્રણી કંપનીઓ પૈકીની એક છે.
વિશ્વ આજે ક્લાયમેટ ચેન્જની અસરોથી પરેશાન છે, ત્યારે એનો મુકાબલો કરવા માટે રિન્યુએબલ્સ એકમાત્ર સ્વચ્છ એનર્જીનો હાલ વિકલ્પ છે. એ માટેની ભૂમિકા બહુ મોટી જવાબદારી છે, જેનો વિનમર્તાપૂર્વક સ્વીકાર કરું છું, જે માત્ર અર્થતંત્રો અને દેશો પર જ નહીં, પણ સંપૂર્ણ માનવતા પર અસર કરશે. મને આ તક કંપનીના દિવંગત સંસ્થાપક ના વારસાને આગળ વધારવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું. GWEC સભ્ય 80 દેશોમાં 1500થી વધુ કંપનીઓ, સંગઠનો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે.