જિઓએ ધ ગોલ્ડન ગ્લોબ ટાઇગર્સ એવોર્ડ 2019માં જીત્યાં ત્રણ એવોર્ડ…

નવી દિલ્હીઃ  ડિજિટલ સર્વિસીસ બ્રાન્ડ જિઓએ પ્રતિષ્ઠિત ગોલ્ડ ગ્લોબ ટાઇગર્સ એવોર્ડમાં ટોચનાં ત્રણ એવોર્ડ સર કર્યા છે. જિઓ અને એની બે પથપ્રદર્શક શરુઆતોને ભારતીયોને ડિજિટલ લાઇફના ઉપયોગી, વિશિષ્ટ અને અર્થસભર લાભો પ્રદાન કરવા બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યાં છે. ચાલુ વર્ષે આ ત્રણ એવોર્ડ કેટેગરીઓ માટે દુનિયાભરની કેટલીક પ્રસિદ્ધ બ્રાન્ડની એન્ટ્રીઓ આવી હતી, જેમને પાછળ પાડીને જિઓએ આ ત્રણ એવોર્ડ મેળવ્યાં છે. ધ ગોલ્ડન ગ્લોબ ટાઇગર્સ એવોર્ડ 2019 મલેશિયાના કુઆલાલુમ્પુરમાં આયોજિત એક ખાસ સમારંભમાં વિજેતાઓને એનાયત થયો હતો.રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડને વિશ્વનાં સૌથી મોટાં મોબાઇલ ડેટા નેટવર્ક પર 300 મિલિયનથી વધારે ભારતીયોને જોડાવા માટે માર્કેટ લીડરશિપ એવોર્ડ એનાયત થયો હતો. જિઓ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંપૂર્ણપણે આઇપી ડેટાથી મજબૂત, ભવિષ્ય માટે સજ્જ નેટવર્ક છે, જેમાં અત્યાધુનિક 4જી એલટીઇ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ વિશ્વનું સૌથી મોટું મોબાઇલ ડેટા નેટવર્ક છે અને કંપની ભારતની સૌથી મોટી વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ પ્રોવાઇડર છે. રિલાયન્સ જિઓ ભારતીય ડિજિટલ સેવાઓનાં ક્ષેત્રમાં પરિવર્તનનો પવન ફૂંકવા તથા ડિજિટલ અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું નેતૃત્વ અપનાવવામાં ભારતને આગળ ધપાવવા ટેકનોલોજી અને નવીનતામાં મોખરે છે.

બેસ્ટ કેમ્પેન – એડવર્ટાઇઝિંગ ઇન મોબાઇલ ગેમિંગ એન્વાયર્મેન્ટ એવોર્ડ જિઓ ક્રિકેટ પ્લે એલોંગ (જેસીપીએ)ને મળ્યો હતો, જે લોકોને દર્શકોમાંથી સહભાગી બનાવીને ભારતીયોને ક્રિકેટ, તેમની પસંદગી ટીમો અને ખેલાડીઓની વધારે નજીક લઈ જઈ દેશની સૌથી લોકપ્રિય રમતની ઉજવણી કરવા લોકોને એકમંચ પર લાવે છે. જ્યારે યુઝર તેમની મોબાઇલ સ્ક્રીન પર જિઓ ક્રિકેટ પ્લે એલોંગ સાથે જોડાઈ શકે છે, ત્યારે મેચોનું જીવંત પ્રસાર ટેલીવિઝન પર થાય છે. આ વિભાવના દર્શકો તેમની મનપસંદ ક્રિકેટ કન્ટેસ્ટ જોઈ શકે અને સાથે સાથે રિયલ-ટાઇમમાં લાઇવ મેચના પરિણામનો અંદાજ બાંધીને એમાં સહભાગી થઈ શકે તથા આ રીતે તેમનું આદાનપ્રદાન સુનિશ્ચિત થાય એ મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે. ગેમ જિઓ અને નોન-જિઓ એમ બંને પ્રકારનાં સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે.

જિઓફોનને ભારતનાં ડિજિટલ પરિવર્તનને ઝડપથી આગળ વધારવા માટે બેસ્ટ મોબાઇલ સ્ટ્રેટેજી એવોર્ડ એનાયત થયો  હતો. જિઓ ફોન દરેક ભારતીયને, ખાસ કરીને સ્માર્ટફોન ખરીદી શકવા સક્ષમ નથી એવા લોકોને ડિજિટલ સેવાની ક્ષમતા સાથે સક્ષમ બનાવવાનાં ઉદ્દેશ સાથે લોંચ થયો હતો. પોતાની વિશિષ્ટ ખાસિયત સાથે જિઓફોને ભારતમાં લાખો ફીચર ફોન યુઝર્સને જિઓ ડિજિટલ લાઇફમાં સ્થળાંતરિત થવા માટે અને ડેટાનો લાભ માણવા સક્ષમ બનાવ્યાં છે. પોતાની ખાતરી પૂર્ણ કરીને જીયોફોન સમૃદ્ધ ડિજિટલ લાઇફ ઇકોસિસ્ટમ દ્વારા યુઝર્સને અમૂલ્ય મૂલ્ય પૂરું પાડે છે.

ધ ગોલ્ડન ગ્લોબ ટાઇગર્સ એવોર્ડનો ઉદ્દેશ વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચે લીડરશિપનાં તમામ સ્તરે માર્કેટિંગ, બ્રાન્ડિંગ સીએસઆર અને સોશિયલ ઇન્નોવેશન, એજ્યુકેશન અને એકેડેમિકમાં “ટાઇગર્સ”નું સન્માન કરવાનો છે. ધ ગોલ્ડન ગ્લોબ ટાઇગર્સ એવોર્ડ તમામ સેગમેન્ટની વિવિધ શાખાઓમાં મલ્ટિફંક્શનલ છે તથા ઉદ્યોગકેન્દ્રિત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]