વિશ્વનું અર્થતંત્ર બગાડી રહ્યું છે આ બે દેશનું ટ્રેડવૉર, વર્લ્ડબેંક ચીફની ચિંતા

પેરિસ- અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉરને લઈને વધતાં જતી તંગદિલીને લઈને આઈએમએફના ચીફે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે આ બન્ને દેશો વચ્ચે ઉભી થયેલ તંગદિલીને કારણે વિશ્વની ઈકોનોમી માટે ખતરારૂપ છે. અત્રે નોંધનીય છે કે અમેરિકા અને ચીનના ઉત્પાદકો પર ડ્યૂટી વધારવાની જાહેરાત કરી છે. અને તેના પછી ફરી એક વાર ટ્રેડ વૉર વધવાની આશંકા છે.આઈએમએફ ચીફ ક્રિસ્ટીન લેગાર્ડે મંગળવારે કહ્યું હતું કે સ્પષ્ટરૂપમાં અમેરિકા અને ચીનની વચ્ચે ટેન્શન વૈશ્વિક અર્થતંત્ર માટે ખતરારૂપ છે તેમણે કહ્યું કે હમણાં જ અફવાઓ અને ટ્વીટ્સથી બંને દેશોની વચ્ચે વેપાર સમજૂતી થવાની સંભાવનાઓ ઘટી છે.જો કે ચીને કહ્યું છે કે તેમના ઉપ વડાપ્રધાન લિયૂ હી અમેરિકાની યાત્રા પર જવાના છે, તેઓ ત્યાં અમેરિકાની ડ્યૂટી દર વધારવાની જાહેરાત છતાં તેઓ આ હપ્તે થનાર નવા દોરની વાતચીતનું નેતૃત્વ કરશે. તેઓ ગુરુવાર અને શુક્રવારે અમેરિકાના પ્રવાસે છે.

આ બેઠક પહેલાં બુધવારે શરૂ થવાની ધારણા હતી. પણ રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને આ બેઠકને લઈને સંશયની સ્થિતિ ઉભી થઈ હતી. ટ્રમ્પના ટ્વીટમાં 200 અબજ ડૉલરના મૂલ્યના ચીનના સામાન પર શુક્રવારે આયાત ડયૂટી વધારાની જાહેરાત કરાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]