ફોર્ડે વૈવિધ્યકરણના ભાગરૂપે 3000 કર્મચારીઓને છૂટા કર્યા

નવી દિલ્હીઃ ફોર્ડે અમરિકા, કેનેડા અને ભારત જેવાં વિવિધ બજારોમાંથી આશરે 3000 કર્મચારીઓ અને કોન્ટ્રેક્ટ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના ચેરમેન બિલ ફોર્ડ અને CEO જિમ ફાર્લેએ અનેક કર્મચારીઓને છટણી માટેના મેમો મોકલ્યા હતા. કંપનીના ભવિષ્ય માટે અને કંપનીના વૈવિધ્યકરણના ભાગરૂપે તેમજ દ્વારા બધા પાસાંઓનો વિચાર કરીને કંપનીના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવા માટે અને હાલના મહિનાઓમાં લાંબી ચર્ચા-વિચારણાને અંતે અમે કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લીધો છે, એમ ફોર્ડ અને ફાર્લેએ જણાવ્યું હતું.

કંપનીના છટણી કરવાના નિર્ણયની અસર 2000 પગારદાર કર્મચારીઓ અને 1000 એજન્સી (કોન્ટ્રેક્ટર વર્કર) જોબ્સ પર થશે. જોકે આ છટણી ફોર્ડ બ્લુ (કામદાર)માં કરવામાં આવી છે કે નહીં એ સ્પષ્ટ નથી. જોકે પ્રવક્તા ટી. આર. રીડે જણાવ્યું હતું કે આ છટણી ફોર્ડને મોટા પાયે અસર કરી શકે છે, કેમ કે કંપનીના વ્યવસાયનો એક મોટો હિસ્સો છે, પણ તેમણે ચોક્કસ સંખ્યા જણાવવાનો ઇનકાર કર્યો હતો.

જુલાઈમાં વહેતા થયેલા અહેવાલોમાં કંપનીએ સંકેત આપ્યા હતા કે કંપની મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. એ સમયે બ્લુમબર્ગે જણાવ્યું હતું કે કંપની 8000 કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે, જેથી ફોર્ડ બ્લુને પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. કંપનીએ કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે કંપની અમુક વ્યવસાય બંધ કરી રહી છે, જેથી જેતે વ્યવસાય સાથે સંકળાયેલા કર્મચારીઓની સમીક્ષા કર્યા પછી તેમને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.