મિશિગનઃ અમેરિકાની ઓટો ક્ષેત્રની અગ્રણી કંપની ફોર્ડ મોટરે કહ્યું હતું કે કંપનીએ કોવિડ-19 રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારોને લીધે ભારતની મહિન્દ્રા અને મહિન્દ્રા સાથે ઓટોમમોટિવ સંયુક્ત સાહસને રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ એક અલગ નિવેદનમાં કહ્યું હતું કે એનો નિર્ણય છેલ્લા 15 મહિનામાં વૈશ્વિક અર્થતંત્રોમાં જે ફેરફારને કારણે પ્રેરિત હતો, જેથી બંને કંપનીઓને મૂડી ખર્ચની પ્રાથમિકતા પર પુનર્વિચાર કરવા માટે આવશ્યકતા હતી.
વૈશ્વિક અર્થતંત્ર અને વેપારનો માહોલ 2019ના ઓક્ટોબર જેવો સમાન નહોતો, એમ કંપનીના પ્રવક્તા ટીઆર રીડે જણાવ્યું હતું. કંપનીઓ માટે સંયુક્ત સાહસને અંતિમ રૂપ આપવા માટે 31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદા હતી. જોકે બંને કંપનીઓએ એક્ગીમેન્ટ કરવાને બદલે એ સંયુક્ત સાહસને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
ઓક્ટોબર, 2019માં ફોર્ડ અને મહિન્દ્રાએ કહ્યું હતું કે તે ઊભરતાં માર્કેટો માટે વેહિકલ્સના ઉત્પાદન અને વિકાસ માટે સંયુક્ત સાહસ કરશે, જેથી પડતર ખર્ચમાં કાપ મૂકી શકાય. કંપનીઓને એ સમયે એમને ત્રણ નવાં યુટિલિટી વેહિકલ્સ લોન્ચ કરવાની આશા હતી. આ ઉપરાંત કંપનીઓની મધ્યમ કદના SUV અને સંયુક્ત રીતે ઇલેક્ટ્રિક વાહનો વિકસાવવાની યોજના હતી.