મુંબઈ તા.13 જુલાઈ, 2021: BSE SME પ્લેટફોર્મ પર 341મી કંપની ફોકસ બિઝનેસ સોલ્યુશન્સ લિમિટેડ લિસ્ટ થઈ હતી. ફોકસ બિઝનેસ સોલ્યુશન્સએ રૂ.10ની મૂળ કિંમતના 6.42 લાખ ઈક્વિટી શેર્સ, શેરદીઠ રૂ.19ની કિંમતે ઓફર કરી સફળતાપૂર્વક રૂ.1.22 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 5 જુલાઈ, 2021ના રોજ સંપન્ન થયો હતો. ફોકસ બિઝનેસ સોલ્યુશન્સની રજિસ્ટર્ડ ઓફિસ, ગુજરાત રાજ્યના સુરત ખાતે છે. કંપની બેન્ક્સ, એનબીએફસી અને નાણાકીય સંસ્થાઓ માટે રિકવરીનું કામકાજ કરે છે. કંપનીએ દેશની અગ્રણી બેન્કો, નાણાકીય સંસ્થાઓ અને નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓ વતીથી અધિકૃત રિકવરી એજન્ટ્સ તરીકે કામ કરવાના કરારો કર્યા છે. ઈશ્યુની લીડ મેનેજર મુંબઈસ્થિત નેવિગન્ટ કોર્પોરેટ એડવાઈઝર્સ લિમિટેડ હતી.
અત્યાર સુધીમાં 107 કંપનીઓ BSE SME બોર્ડમાંથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. BSE SME પર લિસ્ટેડ 340 કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.3,515.93 કરોડ એકત્ર કર્યા છે અને 12 જુલાઈ, 2021ના રોજ આ 340 કંપનીઓનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.30,468.13 કરોડ થયું હતું. બીએસઈ આ સેગમેન્ટમાં 61 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.